ધાર (મધ્યપ્રદેશ) સ્થિત ભોજશાળા (સરસ્વતી મંદિર)ને પુનર્વૈભવની પ્રતીક્ષા !

ઇસ્લામી આક્રમણકારકોએ જે રીતે અયોધ્યાની શ્રીરામ જન્મભૂમિ, મથુરાનું શ્રીકૃષ્ણ જન્મસ્થાન અને કાશીના વિશ્વનાથ મંદિરને બળજબરીથી પચાવી પાડ્યું છે, તેવી જ રીતનો પ્રયત્ન તેઓ ધાર (મધ્યપ્રદેશ) ની ભોજશાળા બાબતે કરી રહ્યા છે. ભોજશાળા, અર્થાત્ વિદ્યાનાં દેવી સરસ્વતીનું પ્રાગટ્ય સ્થળ ! મહાપરાક્રમી રાજા ભોજની તપોભૂમિ ! આ સરસ્વતીદેવીના મંદિરમાં આજે પ્રત્યેક શુક્રવારે નમાજ પઢવામાં આવે છે. સહસ્રો વર્ષોથી ચાલી રહેલો આ ભોજશાળા મુક્તિનો સંઘર્ષ આજે પણ ચાલુ જ છે. પુનર્વૈભવની પ્રતીક્ષા કરી રહેલી ભોજશાળાનાં શ્રી સરસ્વતી દેવીનો પરંપરાગત વસંતોત્સવ નિમિત્તે આ લેખ !


૧. ભોજશાળાનો ઇતિહાસ તથા તેનો પ્રાચીન વૈભવ !

૧ અ. સરસ્વતી દેવીનું પ્રાગટ્ય સ્થળ, અર્થાત્ વાગ્દેવી મંદિરનો ઇતિહાસ !

પહેલાંના સમયમાં માલવા રાજ્યના (વર્તમાનના મધ્યપ્રદેશના) પરમાર વંશમાં મહાપરાક્રમી અને મહાજ્ઞાની રાજા ભોજ (શાસનકાળ વર્ષ ૧૦૧૦ થી ૧૦૬૫) થઈ ગયા. તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને સરસ્વતીદેવીએ તેમને દર્શન દીધા હતાં. ત્યાર પછી, રાજા ભોજે સુપ્રસિદ્ધ મૂર્તિકાર મનથલ દ્વારા આરસપહાણ પત્થરથી દેવીની મનમોહક મૂર્તિ તૈયાર કરાવી. રાજાને જે સ્થાન પર વાગ્દેવીનાં દર્શન થયા હતા, તે સ્થાન પર આ મૂર્તિની પ્રતિષ્ઠાપના કરવામાં આવી.

૧ આ. કેવળ સરસ્વતી દેવીનું પ્રાગટ્ય સ્થળ જ નહીં, પણ ભારતનું સૌથી મોટું વિશ્વવિદ્યાલય !

રાજા ભોજે ‘સરસ્વતીદેવીની ઉપાસના’,  ‘હિંદુ જીવનદર્શન’ અને  ‘સંસ્કૃત પ્રસાર’ માટે વર્ષ ૧૦૩૪માં ધાર ખાતે ભોજશાળાનું નિર્માણ કર્યું. સદર ભોજશાળામાં ભારતનું સૌથી મોટું વિશ્વવિદ્યાલય અને વિશ્વનું પ્રથમ સંસ્કૃત અધ્યયન કેંદ્ર બનાવ્યું. આ વિશ્વવિદ્યાલયમાં દેશ-વિદેશના ૧ સહસ્ર ૪૦૦ વિદ્વાનોએ અધ્યાત્મ, રાજનીતિ, આયુર્વેદ ચિકિત્સા, વ્યાકરણ, જ્યોતિષ, કલા, નાટ્ય, સંગીત, યોગ, દર્શન ઇત્યાદિ વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. તે ઉપરાંત સદર વિદ્યાલયમાં વાયુયાન (વિમાન), જલયાન (નૌકા), ચિત્રકશાસ્ત્ર (કેમેરા), સ્વયંચલિત યંત્ર ઇત્યાદિ વિષયો અંતર્ગત પણ સફળ પ્રયોગો કરવામાં આવ્યા હતા. એક સહસ્ર વર્ષો પહેલાં રાજા ભોજે કરેલા આ કાર્ય વિશે જગત્ના ૨૮ વિશ્વવિદ્યાલયોમાં અધ્યયન અને પ્રયોગ કરવામાં આવી રહ્યા છે.


૨. ભોજશાળાનું વૈભવ નષ્ટ કરનારા ધર્માંધ મુસલમાન
આક્રમણકારકો અને તેનો પ્રાણપણે વિરોધ કરનારા હિંદુ રાજા !

૨ અ. રાજા ભોજના રાજ્યની અખંડતા પર
કપટતાથી પ્રહાર કરનારા ‘સૂફી સંત (?) કમાલ મૌલાના’ !

રાજા ભોજના અસાધારણ કતૃત્વને કારણે તેમના રાજ્ય પર આક્રમણ કરવાનું દુ:સાહસ કોઈનામાં નહોતું. તેમના મૃત્યુ પછી લગભગ ૨૦૦ વર્ષો ઉપરાંત, આ રાજ્યની અખંડતા પર પહેલો પ્રહાર કર્યો વર્ષ ૧૨૬૯માં સૂફી સંતના રૂપમાં ફરનારા કમાલ મૌલાનાએ ! તેમણે અહીં ૩૬ વર્ષો સુધી ધામો નાખીને રાજ્યના સર્વ ગુપ્ત માર્ગોની જાણકારી એકત્ર કરી. તેણે ઇસ્લામનો પ્રચાર, તંત્ર-મંત્ર, જાદૂટોણા, ગંડા-દોરાઓને આયોજનબદ્ધ રીતે અમલમાં મૂકીને સેંકડો હિંદુઓને મુસલમાન બનાવ્યા. આ સ્થિતિનો લાભ ઊઠાવીને અલાઉદ્દીન ખિલજીએ માલવા રાજ્ય પર આક્રમણ કર્યું.

૨ આ. ઇસ્લામનો અસ્વીકાર કરનારા ૧૨૦૦ વિદ્વાનોને યજ્ઞકુંડમાં બાળી
નાખીને હત્યા કરનારો અને વાગ્દેવીની મૂર્તિની વિટંબણા કરનારો અલાઉદ્દીન ખિલજી !

અલાઉદ્દીન ખિલજીએ વર્ષ ૧૩૦૫માં માલવા રાજ્ય પર આક્રમણ કર્યું. આ હુમલાને રોકવા માટે રાજા મહલકદેવ અને સેનાપતિ ગોગાદેવે જીવના જોખમે પ્રતિકાર કર્યો. ભોજશાળાના આચાર્યો અને વિદ્યાર્થીઓએ પણ ખિલજીની સેનાનો પ્રતિકાર કર્યો. પણ, આ યુદ્ધમાં તેઓ પરાજિત થયા. ખિલજીએ ૧૨૦૦ વિદ્વાનોની ધરપકડ કરીને તેમની સામે પ્રસ્તાવ મૂક્યો – ‘ઇસ્લામ ધર્મ અપનાવી લો’ અથવા ‘મરવા’ માટે તૈયાર થાવ’. તેણે મુસલમાન થવાનો અસ્વીકાર કરનારાઓની હત્યા કરીને તેમના શબોને ભોજશાળાના યજ્ઞકુંડમાં ફેંકી દીધા અને તેણે વાગ્દેવીની મૂર્તિના પણ અંગ-ભંગ (તોડફોડ) કર્યા.

૨ ઇ. શ્રી સરસ્વતીદેવી મંદિરના કેટલાક ભાગનું
મસ્જિદમાં રૂપાંતર કરનારા હિંદુદ્વેષી દિલાવર ખાં ગોરી !

ખિલજી ઉપરાંત ગોરીએ વર્ષ ૧૪૦૧માં માલવા રાજ્યને પોતાનું રાજ્ય હોવાનું ઘોષિત કર્યું અને સરસ્વતી મંદિરનો કેટલોક ભાગ મસ્જિદમાં રૂપાંતરિત કરી નાખ્યો.

૨ ઈ. ભોજશાળાનું મસ્જિદમાં રૂપાંતર કરવા
માટે તેની તોડફોડ કરવાનો પ્રયત્ન કરનારો મહમૂદશાહ ખિલજી !

ગોરી પછી મહમૂદશાહ ખિલજીએ વર્ષ ૧૫૧૪માં ભોજશાળાને ખંડિત કરીને ત્યાં મસ્જિદ બનાવવાનો પ્રયત્ન કર્યો. આ કુકૃત્યનો રાજપૂત સરદાર મેદનીરાયે પ્રબળ પ્રત્યુત્તર આપ્યો. તેમણે ધર્મયુદ્ધ માટે માલવા રાજ્યના વનવાસીઓને પ્રેરિત કર્યા અને મહમૂદશાહના સહસ્રો સૈનિકોને મારી નાખ્યા તેમજ ૯૦૦ સૈનિકોની ધરપકડ કરીને કારાગૃહમાં ધકેલ્યા. અંતે, આ હારથી ભય પામેલા મહમૂદશાહે ગુજરાતમાં પલાયન કર્યું.

૨ ઉ. કમાલ મૌલાનાની મૃત્યુના ૨૦૪ વર્ષો
પછી મહમૂદશાહે પોતાનાશાસનકાળમાં, ભોજશાળાની
બહારની ભૂમિ પર ગેરકાયદેસર અધિકાર કરીને ત્યાં તેની કબર બનાવી નાખી.

આ કબર આજે પણ હિંદુઓ માટે માથાનો દુ:ખાવો બની બેઠી છે. આજે આ કબરના આધાર પર દેવી સરસ્વતીના મંદિરને કમાલ મૌલાનાની મસ્જિદમાં ફેરવવાનું ષડ્યંત્ર રચવામાં આવી રહ્યું છે. પ્રત્યક્ષમાં વર્ષ ૧૩૧૦માં કમાલ મૌલાનાની મૃત્યુ પછી તેને કર્ણાવતી (અમદાવાદ), ગુજરાત ખાતે દફનાવવામાં આવ્યો હતો.


૩. હિંદુઓ માટે પ્રવેશ પર પ્રતિબંધ મૂકીને
મંદિરનું મસ્જિદમાં રૂપાંતર કરનારા દિગ્વિજય સિંહ !

૩ અ. ભારતને સ્વતંત્રતા મળી ત્યાર પછી ૧૨.૫.૧૯૯૭માં એક નવો ધારો આવ્યો, જ્યારે કૉંગ્રેસના તાત્કાલિન મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે એક ખરડો પસાર કરીને ભોજશાળામાં રહેલી સર્વ પ્રતિમાઓ ખસેડી દીધી. ત્યાં હિંદુઓ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો. તેમણે ભોજશાળાને મસ્જિદ હોવાની લીલી ઝંડી બતાવી દીધી. તેમણે ભોજશાળાના રક્ષણ માટે પરાક્રમી હિંદુ રાજાઓ અને સૈનિકોના બલિદાનનું અપમાન કરીને ભોજશાળા મુસલમાનોને આપી દીધી. ભોજશાળામાં નમાજ પઢવાની અનુમતિ આપીને તેને ભ્રષ્ટ પણ કરવામાં આવી. આ ખરડા પહેલાં ભોજશાળામાં પૂજા-અર્ચા કરવા પર પ્રતિબંધ હતો; પણ પ્રવેશ કરવાની ‘ના’ નહોતી. આ પ્રવેશ પણ સદર ખરડા દ્વારા પૂરો થઈ ગયો. હિંદુઓને વર્ષમાં કેવળ એકવાર વસંત પંચમીના દિવસે પ્રતિબંધાત્મક નિયમો સહિત ભોજશાળામાં પ્રવેશ કરવાની અનુમતિ આપવામાં આવી.


૪. વર્ષ ૨૦૦૨ની વંસંત પંચમી

૪ અ. વર્ષ ૨૦૦૨માં તો હિંદુઓને વર્ષમાં એક દિવસ
આપવામાં આવેલી અનુમતિમાં પણ અડચણો નિર્માણ કરવામાં આવી.

આ વર્ષે વસંત પંચમી નજીક આવવા પર કમાલ મૌલાનાના જન્મદિવસનું બહાનું કરીને ભોજશાળામાં નમાજ, કવ્વાલી અને લંગરનું આયોજન કરવામાં આવ્યું.

૪ આ. તાત્કાલિન કૉંગ્રેસ શાસને પણ હિંદુઓ પર
પહેલાં કરતાં વધારે કડક નિયમો લાદી દીધાં અને ધર્માંધોને પ્રોત્સાહન આપ્યું.

સદર પરિવર્તિત નિયમો અનુસાર વસંત પંચમીના દિવસે હિંદુઓને બપોરના ૧ વાગ્યા સુધી જ પૂજા-અર્ચા કરવાની તેમજ મંદિરમાં એકલા પ્રવેશ કરવાની અનુમતિ આપવામાં આવી. બધાય માટે એક ઢોલક, એક ધ્વનિક્ષેપક અને ધ્વજ પણ એકજ. ‘બપોરે ૨ વાગ્યા પછી મુસલમાનોની કવ્વાલી અને લંગરના કાર્યક્રમનો આરંભ થશે’, એવો આદેશ સરકારે લાગુ કર્યો.

૪ ઇ. ન્યાયોચિત ધાર્મિક અધિકારો માટે સંઘર્ષ
કરનારા હિંદુઓ પર કરવામાં આવેલા અસંખ્ય અત્યાચાર !

હિંદુઓનાં ધાર્મિક અધિકારોનું હનન કરનારા સરકારી આદેશને ગણકાર્યા સિવાય સહસ્રો હિંદુઓ ભોજશાળામાં પૂજા કરવા માટે આવ્યા. સરકારના આદેશથી પોલીસ કર્મચારીઓએ યજ્ઞ કરવા માટે ભોજશાળામાં જનારા દંપતિઓને રોક્યા, ગાળો ભાંડી અને મહિલાઓના હાથમાંથી પૂજાની થાળી આંચકી લઈને ફેંકી દીધી. હિંદુઓને ધક્કા મારીને પાછળ હડસેલ્યા અને કાંઈ કીધા સિવાય શ્રદ્ધાળુઓ પર લાઠીઓ વીંઝી. આ બધું સહન કરીને પણ હિંદુઓએ કઠોર વિરોધ કરીને ભોજશાળામાં યજ્ઞ અને સરસ્વતીદેવીની મહાઆરતી સંપન્ન કરી. હિંદુઓની આ સફળતાથી ક્રોધે ભરાયેલા કૉંગ્રેસી રાજ્યકર્તાઓએ દેવીની પૂજા કરવાના ગુના હેઠળ ૪૦ કાર્યકર્તાઓ પર પોલીસની દૈનંદિનીમાં જુઠ્ઠા ગુનાઓ નોંધ્યા. તેનો પ્રત્યુત્તર આપવા માટે સહસ્રો લોકોએ ધાર જિલ્લાના બધા જ પોલિસ થાણાઓને ઘેરાવ ઘાલ્યો અને પોતે જ પોતાની ધરપકડ કરાવી લીધી. ત્યાર પછી, સત્યાગ્રહનાં રૂપમાં પ્રત્યેક મંગળવારે ભોજશાળાની બહાર રસ્તા પર ભેગા મળીને ‘સરસ્વતી વંદના’ અને  ‘હનુમાન ચાલીસા પઠણ’ આરંભ કરવામાં આવ્યો.

 

૫. અસંખ્ય અત્યાચારોનો ભય ત્યજી દઈને ભોજશાળાને
મુક્ત કરવાના ધ્યેયથી વ્યાપક સંગઠન ઊભું કરનારા ધર્માભિમાની હિંદુ !

૫ અ. હિંદુઓએ કોઈપણ પરિસ્થિતિમાં વર્ષ ૨૦૦૩ સુધી ભોજશાળા હિંદુઓ માટે મુક્ત કરવાના ઉદ્દેશથી વ્યાપક જનજાગરણ કરીને ‘ધર્મરક્ષક સંગમ સભા’નું આયોજન કરવાનો નિશ્ચય કર્યો. આ સભાઓ માટે વ્યાપક જન સમર્થન મળતું જોઈને કૉંગ્રેસી સરકારે સાવ નીચલા સ્તર પર જઈને નીચે જણાવ્યા પ્રમાણે દુષ્ટતાની સિંચાઈ કરીને હિંદુઓના સંગઠનમાં બખેડા ઉપસ્થિત કરવાનો પ્રયત્ન કર્યો –

૫ અ ૧.  સરકારે આ કાર્યક્રમના પ્રચાર માટે ચોંટાડેલા ૨૦ સહસ્ર ભીંતી-પત્રકો પોલીસ કર્મચારીઓ દ્વારા ફડાવી નાખ્યા.

૫ અ ૨. વસંત પંચમી નજીક આવી ત્યારે જ રાજ્ય સરકારે ‘ગ્રામ સંપર્ક અભિયાન’ ચાલુ કરીને તેમાં ૧૯ સહસ્ર હિંદુ રાજકીય સેવકોને નિયુક્ત કર્યા.

૫ અ ૩. ‘ધર્મરક્ષક સંગમના કાર્યક્રમમાં ઉપદ્રવ અને બૉંબસ્ફોટ થશે’ એવો ભય ફેલાવીને લોકોને કાર્યક્રમમાં જવાથી રોક્યા.

૫ અ ૪. વસંત પંચમીના કેવળ પાંચ દિવસ પહેલાં ધાર સ્થિત સર્વ ધર્મશાળાઓ, પાઠશાળાઓ, ‘લૉજ’ અને બસગાડીઓ પર અતિક્રમણ કરીને કબજામાં લીધા અને ખાનગી વાહનવાળાઓને ધમકાવ્યા.

૫ અ ૫. ગામમાં ૫ સહસ્ર સૈનિકોનું પથસંચલન (પરેડ) કરાવીને ભયનું વાતાવરણ નિર્માણ કર્યું.

૫ અ ૬. વસંત પંચમીના દિવસે રાજ્ય સરકારે ૧૬ કેંદ્રોમાં ૩૨ વિભાગો સાથે સંબંધિત જનસમસ્યાઓનું નિવારણ કરવા માટે શિબિરોનું આયોજન કર્યું. સદર શિબિરમાં પ્રસ્તુત કરવામાં આવેલી સમસ્યાઓનું નિવારણ તરત જ કર્યું, જેને પહેલા કરાવી લેવામાં ઘણાં આંટાફેરા મારવા પડતા હતા. તેમજ, આ શિબિરમાં સહસ્રો લોકોને વિનામૂલ્ય ભોજન કરાવ્યું.


૬. રાજ્ય સરકાર દ્વારા હિંદુઓ પર અગણિત
અત્યાચારોકરીને ભોજશાળાને મસ્જિદ તરીકે ઘોષિત કરવામાં આવવું

૬ અ. ૧ લાખ કરતાં વધારે હિંદુ ધર્માભિમાની
‘ધર્મરક્ષક સંગમ’માં ઉપસ્થિત થયા હતા. આ સભામાં
સરકારને ચેતવણી આપવામાં આવી હતી કે, આ ભોજશાળા હિંદુઓ માટે પ્રતિબંધમુક્ત કરો.

આ આંદોલનની તીવ્રતા જોઈને તત્કાલીન કેંદ્રીય પર્યટન અને સાંસ્કૃતિક મંત્રી શ્રી. જગમોહને ભોજશાળાને પ્રતિબંધમુક્ત કરવા માટે મધ્યપ્રદેશના મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. તત્કાલીન મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે આ પત્રને કચરાના ટોપલામાં ફેંકતા ફેંકતા ભોજશાળાને કમાલ મૌલાનાની મસ્જિદ ઘોષિત કરીને ત્યાં પૂજા કરવા માટે જનારા હિંદુઓને કારાગૃહમાં ધકેલી દીધા તેમજ તેમને જીવે મારી નાખવાની ધમકી આપી હતી. આ બધા અત્યાચારો સામે પણ અડગ રહીને હિંદુઓએ સંગઠિત થઈને જે સંઘર્ષ કર્યો, તેના પરિણામે ૮.૪.૨૦૦૩ના દિવસે પ્રતિદિન દર્શન અને પ્રત્યેક મંગળવારે કેવળ અક્ષત-પુષ્પ સહિત ભોજશાળામાં પ્રવેશ કરવાની અનુમતિ આપવામાં આવી. ભોજશાળા સરસ્વતી દેવીનું મંદિર છે, આ વાસ્તવ સરકારે સ્વીકાર્યું. વર્ષમાં કેવળ વસંત પંચમી પર કેટલાક પ્રતિબંધો સહિત પૂજા કરવાની અનુમતિ આપવામાં આવી. બીજી બાજુ મુસલમાનોને પ્રતિ શુક્રવારે નમાજ પઢવાની અનુમતિ આપવામાં આવી, જે આજ સુધી ચાલુ જ છે.

 

૭. હિંદુઓના વસંત પંચમીના ઉત્સવ
દરમ્યાન નમાજ પઢવાની અનુમતિ આપનારી સરકાર !

૭ અ. વર્ષ ૨૦૦૩ પછી હિંદુઓ ભોજશાળામાં દર્શનાર્થે જવા લાગ્યા હતા

વર્ષ ૨૦૦૬માં શુક્રવારે જ વસંત પંચમી આવી હોવાથી હિંદુઓએ રાજ્ય સરકાર પાસે માગણી કરી કે, આજના દિવસે અહીં નમાજ પઢવાની અનુમતિ ન આપવામાં આવે, આ માગણીને સરકારે ફંગોળી દીધી. મુખ્યમંત્રી શિવરાજ સિંહે મુસલમાનોને નમાજ પઢવાની અનુમતિ આપી અને ભોજશાળા ખાલી કરાવી. બીજી બાજુ સંતો અને ઉપસ્થિત હિંદુઓ પર ગોળીબાર કરીને તેમને ત્યાંથી ભગાડી દીધા. આ મારઝૂડ દરમ્યાન ૭૪ હિંદુઓ ગંભીર રૂપથી ઘાયલ થયા. ૧૬૪ હિંદુઓ પર હત્યાના પ્રયત્ન કરવાનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો. જ્યારે મુસલમાનોને પોલીસે વાહનોમાં બેસાડીને ત્યાં નમાજ પઢવા માટે બધી રીતે સહાયતા કરી.


૮. સરસ્વતી દેવીને કારાવાસમાં રાખનારા મુખ્યમંત્રી !

૮ અ. વર્ષ ૨૦૧૧માં રાજા ભોજની જન્મશતાબ્દીના નિમિત્તે
ધારના હિંદુઓએ સરસ્વતીદેવીની ભવ્ય પાલખી યાત્રાનું આયોજન કર્યું.

‘લંડનના સંગ્રહાલયમાં રાખેલી વાગ્દેવીની મૂર્તિ લાવીને ભોજશાળામાં સ્થાપિત કરીશું’ એવી ગર્જના કરનારી  સરકારે મંદિરમાં સ્થાપન કરેલી વાગ્દેવીની નવી મૂર્તિને નિયંત્રણ હેઠળ લઈને કારાગૃહમાં ધકેલી દીધી; પાલખી યાત્રાના સમારોહ પર પ્રતિબંધ મૂક્યો તેમજ આ સમારોહનું આયોજન કરનારા કાર્યકર્તાઓને કારાગૃહમાં પૂરી દીધા. આવા કુકૃત્યોનો જ્યારે હિંદુઓએ તીવ્ર વિરોધ કર્યો, ત્યારે સદર મૂર્તિ હિંદુઓને હસ્તાંતરિત કરીને કાર્યકર્તાઓને કારાગૃહમાંથી મુક્ત કર્યા.


૯. વાગ્દેવીની મૂર્તિને ફરી પાછી કબજામાં લેવાના ષડ્યંત્રમાં
સહભાગી ન થનારા હિંદુત્વવાદીઓની સતામણી કરનારી સરકાર !

૯ અ. વર્ષ ૨૦૧૨માં સરકારે ફરીવાર વસંત પંચમી પહેલાં વાગ્દેવીની
મૂર્તિને કારાગૃહમાં ધકેલી દીધી અને સરસ્વતી જન્મોત્સવ પર પ્રતિબંધ મૂકી દીધો.

સરકારના આ કૃતિનું સમર્થન ન કરનારા સંઘ કાર્યકર્તાઓનાં કુટુંબીજનોની દુર્દશા કરવામાં આવી. ત્યારે મૂર્તિને કારાગૃહમાંથી મુક્ત કરવા માટે તેમજ જન્મોત્સવના ધ્યેયથી પ્રેરિત હિંદુઓએ આમરણ ઉપોષણનો પ્રારંભ કર્યો. આ ઉપોષણકારીઓ પર અત્યાચાર કરીને તે તોડવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો.


૧૦. ભોજશાળામાં પૂજન માટે
ભેગા થયેલા હિંદુઓ પર અમાનુષ લાઠીમાર

૧૦ અ. વર્ષ ૨૦૧૩મા વસંતપંચમીના દિવસે સરકારે પાછી પોતાની અમાનુષ ક્રુરતા દેખાડીને ભોજશાળામાં પૂજન માટે ભેગા થયેલા હિંદુઓ પર અમાનુષ લાઠીમાર કર્યો. આ લાઠીમારને લીધે આખરે હિંદુઓ નિર્ણાયક લડાઈની ચેતાવણી દેવા માટે ફરજ પાડી.


૧૧. પહેલી જ વાર
ભોજશાળાની બહાર હોમહવન અને પૂજા થઈ

૧૧ અ. ૧૩ ફ્રેબ્રુઆરી ૨૦૧૬ની વસંતપંચમીના દિવસે ભોજશાળામાં સંપૂર્ણ દિવસ અવ્યાહતપણે સરસ્વતીમાતાની પૂજા કરવા મળે તે માટેની હિંદુઓ ન્યાયી માંગણીને ફગાવી દેવામાં આવી. નમાજપઠણ માટે આવેલા કેવળ ૨૫ મુસલમાનો માટે સહસ્રો હિંદુઓ પૂજાસામગ્રી બહાર મૂકીને ભોજશાળામાં પ્રવેશ આપવામાં આવશે, એવી મધ્યપ્રદેશ સરકારની ભૂમિકા સામે હિંદુઓ તીવ્ર આક્ષેપ નોંધાવ્યો. હિંદુઓ ભોજશાળામાં જવા માટે બહિષ્કાર નોંધાવ્યો. પહેલી જ વાર ભોજશાળાની બહાર હોમહવન અને પૂજા કરવામાં આવી.

૧૨. હિંદુઓ, આ પડકારને
સ્વીકારીને પોતાનું ધર્મકર્તવ્ય પૂરું કરો !

ભોજશાળામાં નમાજ પઠણ પર પ્રતિબંધ મૂકીને હિંદુઓને જ પૂજા-અર્ચા ઇત્યાદિ કરવાની અનુમતિ આપવામાં આવે, તેમજ સરકાર દ્વારા કારાગૃહમાં રાખેલી અષ્ટધાતુની વાગ્દેવીની મૂર્તિને મુક્ત કરવામાં આવે, આ હિંદુઓની માગણી છે. તેથી ફરી એકવાર વ્યાપક હિંદુ સંગઠન થવું આવશ્યક છે. નીચે જણાવેલા માર્ગોનો અવલંબ કરીને આ સંગઠન ઊભું કરવામાં આવી શકે છે.

૧. પોતાના કાર્યક્ષેત્રમાં વ્યાપક જનજાગરણ અને પ્રબોધન કરવું.

૨. સામાજિક, ધાર્મિક અને જાતીય સંઘોના માધ્યમ દ્વારા હસ્તાક્ષર અભિયાન ચલાવીને તે પત્ર મુખ્યમંત્રીને મોકલવો.

૩. પત્ર, ‘ઈ-મેલ’, ‘ફેસબુક’  ઇત્યાદિ માધ્યમો દ્વારા પોતાની પ્રબળ ભાવનાઓ મધ્યપ્રદેશ સરકાર અને કેંદ્રસરકારને
જણાવવી.

૪. વસંતપંચમી દરમ્યાન મંદિરોમાં સામૂહિક મહાઆરતીનું આયોજન કરવું.

૫. પ્રત્યક્ષ ભોજશાળામાં સંપન્ન થનારા સમારોહમાં ઇષ્ટમિત્રો સહિત સહભાગી થવું.