સિંગાપૂર નિવાસી શ્રીમતી સૅંડી યોંગ સ્વી ફોંગને રામનાથી આશ્રમમાં વાસ્તવ્યકાળ દરમિયાન થયેલી અનુભૂતિઓ
એસ્.એસ્.આર્.એફ્. ના સાધકો વિશેનો મત
૧. એસ્.એસ્.આર્.એફ્.ના સાધકો પ્રેમાળ છે. સૌ. શ્વેતા ક્લાર્ક માતાની જેમ જણાય છે અને આટલો પ્રેમ મેં આ પહેલાં ક્યારે પણ અનુભવ્યો નથી.
૨. અત્યાર સુધીમાં પહેલી જ વાર આટલું નમ્ર (અહં ઓછો ધરાવતું) અને પ્રેમાળ માર્ગદર્શન મળ્યું છે.
– શ્રીમતી સૅંડી યોંગ સ્વી ફોંગ, સિંગાપૂર
૧. સાધના પ્રવાસ
૧ અ. સૅંડી યોંગ સ્વી ફોંગ સિંગાપૂર નિવાસી છે. તેમણે ખ્રિસ્તી પંથનો અભ્યાસ કર્યો છે અને તેઓ ધ્યાનધારણા કરે છે. તેમણે ‘પ્રાણિક હિલિંગ’ આધ્યાત્મિક ઉપાયપદ્ધતિ પ્રમાણે અન્યો પર ઉપાય કર્યા છે. તેઓ સાચા અધ્યાત્મની શોધમાં હતા. પોતાનામાં રહેલા સ્વભાવદોષ અને અહં-નિર્મૂલન કેવી રીતે દૂર કરવા , આ વિશે સહાયતા મેળવવા માટે તેઓ ભક્તિભાવથી પ્રાર્થના કરવા લાગ્યા. ત્યારે સંકેતસ્થળ પર શોધ કરતી વેળાએ તેઓ એસ્.એસ્.આર્.એફ્.ના સંપર્કમાં આવ્યાં. અહીં તેમને સ્વભાવદોષ અને અહં-નિર્મૂલન કેવી રીતે કરવું, તે વિશે પ્રાયોગિક સ્તર પર ઉપાય મળ્યો.
૧ આ. આરંભમાં બેસીને નામજપ કરવાનું તેમને કઠિન લાગતું હતું. પરંતુ હવે ધ્યાન કરવા કરતાં નામજપ કરવાથી વધારે લાભ થાય છે , તેની પ્રતીતિ તેમને આવી રહી છે.
૨. રામનાથી આશ્રમમાં આવવા પહેલાં થયેલા ત્રાસ અને આશ્રમમાં વાસ્તવ્ય કર્યા પછી થયેલી અનુભૂતિઓ
૨ અ. આશ્રમમાં આવવા પહેલાં મારી નજર ધૂંધળી બની ગઈ. મારા માથા પર દબાણ જણાતું હતું. મેં મીઠું-પાણીના ઉપાય કર્યા અને ૪૫ મિ. નામજપ કર્યો. મને થનારા ત્રાસ વિશે એક કાગળ પર લખીને તે કાગળ બાળ્યો. એવું મેં બેવાર કર્યું. ત્યાર પછી મારો ત્રાસ તરત જ ઓછો થયો. મેં ઈશ્વરને પ્રાર્થના કરી, હું મારો સંપૂર્ણ દેહ તમારા ચરણોમાં અર્પણ કરી રહી છું. મારે ભગવાનને મળવું છે. તમે જ મને ગોવા લઈ જાવ.
૨ ઉ. ગુરુકૃપાયોગ અનુસાર સાધના વિશે સત્ર ચાલુ થયા પછી મારા ડાબા કાનમાં ઉચ્ચ સ્વરમાં એક નાદ નિરંતર સંભળાતો હતો. મારો ડાબો કાન ધ્વનિક્ષેપક (સ્પિકર)ની પાસે હતો. બીજા દિવસે જ્યાંથી નાદ સંભળાયો હતો, ત્યાં દૈવી કણ દેખાયા.
૨ ઊ. મારા ફરતે ઘણીવાર પીળા રંગનું કાંઈક હલતું હોય છે અને તેના ભણી હું દુર્લક્ષ કરું છું. તે સમયે લાગતું, મારી દૃષ્ટિમાં જ દોષ છે ; પણ આજે મને સમજાયું, મને દેખાનારા તે ચૈતન્ય અથવા દૈવી કણ છે. ગત એક વર્ષથી મને દેવતાનાં ચિત્રો દેખાતા હતા. પ.પૂ. ભક્તરાજ મહારાજજીનું ચિત્ર હલતું હોય તેમ દેખાતું.
૨ ઐ. આશ્રમની ભીંત પર હથેળી અને માથું ટેકવ્યા પછી સારી શક્તિ અને પ્રેમ મારા શરીરમાં પ્રવાહિત થતું હોવાની જાણ થઈ. આ શાંતિ અને આનંદ પ્રદાન કરનારી અનુભૂતિ હતી.
– શ્રીમતી સૅંડી યોંગ સ્વી ફોંગ, સિંગાપૂર (૧૩.૧૨.૨૦૧૬)
ઈશ્વર સાથે એકરૂપ થવા માટે તાલાવેલીપૂર્વક પ્રયત્ન કરનારા ઑસ્ટ્રેલિયા નિવાસી શ્રી. સિમૉન !
શ્રી. સિમૉન ઑસ્ટ્રેલિયા નિવાસી છે તેમજ તે ગત છ મહિનાથી એસ્.એસ્.આર્.એફ્.ના માર્ગદર્શન અનુસાર સાધના કરી રહ્યા છે. સાધના માટે વધારે સમય મળે, તે માટે તેમણે પૂર્ણસમય રહેલી નોકરી છોડી દીધી છે.
૧. સાધના પ્રવાસ
૧ અ. ઈશ્વર (જીઝસ) આપણા હાથે કાંઈ ભૂલો થાય, તો શિક્ષા કરે છે , એવું મને શીખવવામાં આવ્યું હતું અને સંકેતસ્થળ પર અધ્યાત્મશાસ્ત્રનું વાચન કરવાથી ઈશ્વર એટલે પ્રીતિ છે, એમ સમજાયા પછી આશ્ચર્ય થયું.
૨. કાર્યશાળા દરમિયાન થયેલી અનુભૂતિ
એસ્.એસ્.આર્.એફ્.ના સ્કાઈપ સત્સંગમાં ઉપસ્થિત રહ્યો ત્યારે પહેલીવાર ભાવની અનુભૂતિ થઈ. આ સમયે મને આનંદથી ડૂમો ભરાઈ આવ્યો અને મારી આંખોમાંથી અશ્રુ વહેવા લાગ્યા. હું ચંદ્રમા પર ઠેકડો મારીને જઈ શકીશ, એટલી ઉર્જા મારામાં આવી છે, એવું મને જણાતું હતું.
૨ આ. આશ્રમમાં આવ્યા પછી પ્રથમ પરોઢિયે મારામાં રહેલા એક સ્વભાવદોષની જાણ થઈને હું જાગી ગયો. આ દોષ ઉપર ઉપરથી જોતાં સાદો ભલે દેખાતો હોય, છતાં તેને કારણે મારા આયખાં પર કેટલું પરિણામ થઈ રહ્યું છે અને મારામાં રહેલા અન્ય દોષોનું મૂળ પણ એ જ દોષ હોવાનું મારા ધ્યાનમાં આવ્યું. આ સમયે મારી ભાવજાગૃતિ થઈને મારી આંખો અશ્રુથી ભરાઈ ગઈ.
૨ ઇ. એસ્.એસ્.આર્.એફ્.ની કાર્યશાળાના બીજા પરોઢિયે મારામાં સાદા જણાતા સ્વભાવદોષનું મારા આયખા પર કેટલું ઊંડાણથી પરિણામ થઈ રહ્યું છે , તેની મને જાણ થઈ અને એક આનંદદાયી ભાવસ્થિતિની અનુભૂતિ થઈ અને મારા ફરતે સકારાત્મક ઉર્જાના સ્પંદનો જણાયા.
૨ ઈ. તે દિવસ પછી મને પ.પૂ. ભક્તરાજ મહારાજજીના છાયાચિત્ર અને શંકર ભગવાનના ચિત્રમાં હિલચાલ જણાઈ. આશ્રમના મકાનમાંથી બહાર પડનારી સકારાત્મક ઉર્જાની મને અનુભૂતિ થઈ. મારા શરીરને આનંદદાયક અને સુખદ સંવેદનાઓ જણાતી હતી તેમજ હું આશ્રમની ભીંતમાં ઓગળી રહ્યો છું, એવું મને લાગ્યું.
– શ્રી. સિમૉન, ઑસ્ટ્રેલિયા
આ લેખમાં પ્રસિદ્ધ કરવામાં આવેલી અનુભૂતિઓ ‘ભાવ ત્યાં ભગવાન’ ઉક્તિ અનુસાર સાધકોની વ્યક્તિગત અનુભૂતિઓ છે. તે બધાને જ થશે એવું નથી. – તંત્રી