એક સ્થાન પર પરમ દિવંગત
પરમ પૂજ્ય અનંતાનંદ સાઈશનું માનવ રૂપમાં દર્શન થવું અને ત્યારે જીવન કૃતાર્થ બની ગયું એવું લાગવું
અમે મૈસૂરથી હોસૂર જવા રવાના થયા. રસ્તામાં પેટ્રોલ ભરવા માટે એક પેટ્રોલપંપ પર રોકાયા. તે સમયે અમારી ગાડી પાસે એક વ્યક્તિ આવી. તેણે મને ચંદનના લાકડાથી બનેલી બે ડબ્બીઓ વેચી અને કહ્યું, આમાં પૂજા માટે હળદર-કંકુ રાખજો. ત્યાર પછી હજી વધારે એક ડબ્બી આપીને કહ્યું, આ લો, આમાં બંગડી અને કાનમાં પહેરવાના આભૂષણો મૂકજો. તે વ્યક્તિ ગરીબ હતી, તેથી મેં સહાયતા તરીકે તેની પાસેથી તે ડબ્બી પણ વેચાતી લીધી. ત્યાર પછી તે વ્યક્તિએ અમને અગરબત્તી રાખવાના ત્રણ પાત્ર પણ આપ્યા. ત્યારે, મને ધીમે ધીમે સમજાવા લાગ્યું કે આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. તેમનો પહેરાવ તો દિવંગત અનંતાનંદ સાઈશ જેવો છે. તેના માધ્યમ દ્વારા પ્રત્યક્ષ અનંતાનંદ સાઈશ જ અમને આશીર્વાદ આપવા આવ્યા છે. અનંતાનંદ સાઈશ પરમ પૂજ્ય ડૉક્ટરજીના ગુરુ (પ.પૂ. ભક્તરાજ મહારાજ)ના ગુરુ હતા.
૧. માનવ રૂપમાં આવેલા પરમ પૂજ્ય અનંતાનંદ સાઈશના વચનો
અ. તેમણે મારા માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપ્યા, રામરાજ્ય વહેલું જ આવશે. સાઈબાબા પછી મને જ લોકો ઓળખે છે. હું નિરંતર તારી સાથે જ રહું છું. તમે મને જોયો નથી; પણ તારી ઉપર મારું પૂર્ણ ધ્યાન છે. હું નિરંતર તારા હૃદયમાં જ વાસ કરું છું. બધા લોકો મને બાબા કહે છે.
આ. તારી ગાડીને શોધતો હું તારી પાછળ આવ્યો છું. હું શ્રીરંગપટ્ટનમ્થી આવ્યો છું. (શ્રીરંગપટ્ટનમ્માં શેષશાયી વિષ્ણુનું પ્રસિદ્ધ મંદિર છે. – (સદગુરુ) સૌ. ગાડગીળ)
ઇ. તમારા લોકોનું કાર્ય ૭૫ ટકા થઈ ગયું છે, કેવળ ૨૫ ટકા બાકી છે. આવતા વર્ષે જોજો, તમે લોકો ક્યાંથી ક્યાં પહોંચી જશો !
ઈ. તેમની હાથની રેખાઓ જોઈને મેં કહ્યું, તમારા હાથની રેખાઓ ઘણી જુદી છે. ત્યારે તેમણે કહ્યું, આમ તો હું કોઈને મારો હાથ બતાવતો નથી. મારો હાથ બધા કરતાં જુદો છે. મારા હાથ પર વિષ્ણુચક્ર છે. હાથની તર્જની પર એક ચક્ર અને બાકીની આંગળીઓ પર શંખ છે. તેઓ હિંદીમાં વાત કરી રહ્યા હતા. અમે મોબાઈલ દ્વારા તેમનું ચિત્રીકરણ કર્યું.
૨. પૂ. ડૉ. ઉલગનાથને નવા ઘરમાં પૂજા કરવી અને તેના એક દિવસ
પહેલાં રસ્તામાં પ.પૂ. અનંતાનંદ સાઈશનું માનવ રૂપમાં દર્શન થવું, આ બધું પરમ સંજોગ !
પૂજ્ય ડૉ. ઉલગનાથન્ એ એક ઘર લીધું છે, તેમાં પ.પૂ. (પરમ પૂજ્ય) ડૉક્ટર, પ.પૂ. ભક્તરાજ મહારાજ અને પ.પૂ. અનંતાનંદ સાઈશની પ્રતિમા મૂકીને ૨.૧૦.૨૦૧૬ના દિવસે તમે લોકો પૂજા કરશો. તે ઘરના પૂર્વ ભણીના બારણા પર પ.પૂ. ભક્તરાજ મહારાજનું છાયાચિત્ર, દક્ષિણના બારણે પ.પૂ. અનંતાનંદ સાઈશનું છાયાચિત્ર લગાડવું છે. આગામી આપત્કાળમાં આ ઘર એટલે આશ્રમ જ થશે. આ પૂજા કરવા માટે અમે લોકો નવરાત્રિના એક દિવસ પહેલાં હોસૂર જવા માટે નીકળ્યા. ત્યારે રસ્તામાં પેટ્રોલપંપ પર અમને દિવંગત પ.પૂ. અનંતાનંદ સાઈશે અમને માનવ રૂપમાં પ્રત્યક્ષ દર્શન આપ્યાં. આ કેટલો મોટો સંજોગ છે !
૩. માનવ રૂપ પ.પૂ. અનંતાનંદ સાઈશ વિશેની અનુભૂતિનું વિશ્લેષણ
આ અનુભૂતિનું વિશ્લેષણ અમે આ રીતે કર્યું,પહેલાં તમેણે તમને બે ડબ્બીઓ આપી, અર્થાત્ તેમણે સદગુરુ (સૌ.) અંજલી ગાડગીળ અને (સદગુરુ) (સૌ.) બિંદા સિંગબાળ, બન્નેનો સદગુરુ તરીકે સ્વીકાર કર્યો છે. ત્યાર પછી તેમણે પ.પૂ. ડૉક્ટરજીના પ્રતીક તરીકે મોટી ડબ્બી આપી અને અગરબત્તી રાખવા માટે ત્રણ પાત્ર પણ આપ્યા. આ ત્રણ પાત્રો ત્રણેયના અલૌકિક કાર્યના પ્રતીક સ્વરૂપ તરીકે જ તેમણે આપ્યા.
સદગુરુ (સૌ.) અંજલી ગાડગીળ, કાંચીપુરમ્, તામિલનાડુ. (૨.૧૦.૨૦૧૬, રાત્રે ૮.૫૩)