પ્રાણશક્તિ (ચેતના) પ્રણાલીમાં અવરોધ થવાથી થનારા વિકારો પર ઉપાય ( ભાગ ૩ )

રોગનિવારણ માટે પ્રાણશક્તિ
(ચેતના) પ્રણાલીમાંના અવરોધોને પોતે શોધીને દૂર કરવા

    સંતોએ ભવિષ્યવાણી કરી છે કે આગામી ત્રીજા વિશ્વયુદ્ધમાં પરમાણુ યુદ્ધને કારણે કરોડો લોકોનું મૃત્યુ થશે. વિષ્યમાં ભીષણ નૈસર્ગિક વિપદાઓ પણ આવશે. એવા આપત્કાળમાં અવરજવરનાં સાધનો ન હોવાથી રોગીને ચિકિત્સાલયમાં પહોંચાડવો, તેને ડૉક્ટર અથવા વૈદ્ય ઉપલબ્ધ થવો અને બજારમાંથી ઔષધિઓ મળવાનું પણ કઠિન થવાનું છે. આપત્કાળનો સામનો કરવાની તૈયારીના એક ભાગ તરીકે સનાતન સંસ્થાએ આપત્કાળમાં સંજીવની જેવી પ્રભાવી ગ્રંથમાળા પ્રકાશિત કરી છે. આ ગ્રંથમાળા દ્વારા શીખવામાં આવેલી ઉપચાર પદ્ધતિઓ કેવળ આપત્કાળની દૃષ્ટિએ જ નહીં, પરંતુ અન્ય સમયે પણ ઉપયોગી છે. આ ગ્રંથમાળાના ૧૧ ગ્રંથો હજી સુધી પ્રકાશિત થયા છે. આ ગ્રંથમાળાનો નૂતન ગ્રંથ ‘પ્રાણશક્તિ (ચેતના) પ્રણાલીમાં અવરોધ થવાથી થનારા વિકારો પર ઉપાય’નો પરિચય ક્રમશ: કરાવી રહ્યા છીએ.

આ ઉપચાર પદ્ધતિ કેવળ આપત્કાળની દૃષ્ટિએ જ નહીં, પરંતુ સદૈવ ઉપયોગી છે. વાચકોએ અત્યારથી જ આ ઉપાયો સમજી લઈને કાર્યાન્વિત કરવા. એમ કરવાથી આ ઉપચાર પદ્ધતિનો અભ્યાસ થશે, તે સાથે જ તેની સૂક્ષ્મ બાબતો (ઝીણવટો) પણ ધ્યાનમાં આવશે. તેનાથી પ્રત્યક્ષ આપત્કાળમાં વિકારોનો સામનો કરવા માટે જોઈતો આત્મવિશ્વાસ ઉત્પન્ન થવામાં સહાયતા થશે. આ ત્રણ ભાગો દ્વારા વાચકોનો આ ઉપચાર પદ્ધતિથી પરિચય થશે. તેનું વિસ્તૃત વિવેચન ગ્રંથમાં કર્યું છે.

ભાગ ૩ 

 

૩. પ્રાણશક્તિના પ્રવાહમાં આવનારા અવરોધો પર ઉપચાર કરવા

૩ અ. ન્યાસ કેવી રીતે કરવો ?

પ્રયોગ દ્વારા પ્રાણશક્તિના પ્રવાહમાં આવેલા અવરોધોનું સ્થાન, મુદ્રા અને નામજપ શોધ્યા પછી તે સ્થાન પર નામજપ કરીને ઉપચાર કરવા પડે છે. તે માટે ન્યાસ કેવી રીતે કરવો જોઈએ, એ સમજી લેવું આવશ્યક છે. આગળ જણાવેલી મુદ્રાઓથી ન્યાસ કરવો.


૩ આ. ઉપાય કરવાની પદ્ધતિ

૩ આ ૧. ન્યાસસ્થાને આંગળીઓ ફેરવીને ઉપાય કરવા
૩ આ ૧ અ. તત્ત્વ

ન્યાસસ્થાને આંગળીઓ નીચેથી ઉપર અથવા ઉપરથી નીચે લઈ જઈને ઉપાયની દિશા નક્કી કરવી અને તે અનુસાર ઉપાય કરવા.

૩ આ ૧ આ. કૃતિ
સૂચના

અંગૂઠા સિવાય હાથની બાકીની આંગળીઓ અવરોધ ધરાવતા સ્થાન પર શરીરથી ૧-૨ સેં.મિ. દૂર ઉપરથી નીચે અથવા નીચેથી ઉપર કરવાથી, ‘જે ક્રિયા સમયે શ્વાસ લેવામાં મુશ્કેલી જણાય છે’ તે આપણા માટે ઉપચારની દિશા છે. આગળ આપેલા લખાણમાં જ્યાં ઉપાય નિશ્ચિત કરવાની દૃષ્ટિએ ‘આંગળીઓ ઉપર નીચે કરવી’ એવો ઉલ્લેખ આવે, ત્યાં સમજી લેવું કે ‘અંગૂઠા સિવાયની હાથની બધી આંગળીઓ ચલાવવાની છે’.

જ્યાં ‘ઉપાય કરવાની દૃષ્ટિએ આંગળીઓ ઉપર-નીચે કરો એવો ઉલ્લેખ હોય‘, ત્યાં સમજી લેવું કે ‘ન્યાસ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતી આંગળીનું ટેરવું, બે આંગળીઓને લગાડવાથી થનારું ટેરવું અથવા હથેળી, અવરોધના સ્થાન પર શરીરથી ૧-૨ સેં.મિ. દૂરથી ઉપર-નીચે કરીને ઉપાય કરવો છે’. ન્યાસ માટે ઉપયોગમાં લેવાતી આંગળીઓ વિશેની જાણકારી સૂત્ર ‘૩ અ’ માં આપવામાં આવી છે.

૧. જો ન્યાસ સ્થાન પર આંગળીઓ નીચેથી ઉપર લઈ જવાથી શ્વાસ રુંધાતો હોય, તો ત્યાં ૪-૫ સેં.મિ.ના ભાગમાં આંગળીઓ નીચેથી ઉપર લઈ જવી.

૨. જો આંગળીઓ ઉપરથી નીચે લઈ જવાથી શ્વાસ રુંધાતો હોય, તો ત્યાં ૪-૫ સેં.મિ.ના ભાગમાં આંગળીઓ ઉપરથી નીચે લઈ જવી.

૩. ઘણીવાર ન્યાસસ્થાન પર હાથ ઉપરથી નીચે અને નીચેથી ઉપર લઈ જતી વેળાએ શ્વાસ રુંધાય છે. ત્યારે –

અ. હાથ ઉપરથી નીચે અને નીચેથી ઉપર બન્ને રીતે લઈ જવો.

આ. ન્યાસસ્થાનથી બન્ને દિશાઓમાં હાથની આંગળીઓ ૨-૩ સેં.મિ. દૂર રાખીને ઉપચાર કરવા.

૪. સહસ્રારની સીધી રેખામાં પાછળની બાજુએ જ્યાં વાળ સમાપ્ત થઈ જાય છે, ત્યાં સુધી આંગળીઓ ફેરવવી, તેનાથી ઊલટું પણ કરી જોવું. બન્નેમાંથી જે કરતી વેળાએ વધારે ત્રાસ થાય, તેને ઉપચારોની દિશા સમજવી અને તે અનુસાર ઉપાય કરવા.

૩ આ ૨. વિકારગ્રસ્ત અવયવ પર આંગળીઓ ફેરવીને ઉપચાર કરવા.
૩ આ ૨ અ. સિદ્ધાંત

વિકાર અનુસાર અવયવ પર આંગળીઓ ફેરવવાની દિશા નિશ્ચિત કરવી અને તે અનુસાર ઉપાય કરવા

૩ આ ૨ આ. ક્રિયા

ક્યારેક કુંડલિનીચક્ર અથવા શરીરના અન્ય ભાગના ન્યાસસ્થાન પર ઉપાય કરવાથી ત્રાસ ઓછો થવામાં વાર લાગે છે, ઉદા. મૂત્ર ભેગું થવું, શૌચ ન થવું, પગ સૂજી જવા. આવી સ્થિતિમાં વિકારગ્રસ્ત અવયવની ઉપર શરીરથી ૧-૨ સેં.મિ. દૂરથી જ આંગળીઓ ફેરવીને ઉપચાર કરવાથી ત્રાસ દૂર થવામાં સહાયતા થાય છે. તેનાં કેટલાંક ઉદાહરણો આગળ આપ્યાં છે.

૧. પગ સૂજી ગયા હોય, ત્યારે આંગળીઓ નીચેથી ઉપર ધીમી ગતિથી લઈ જવી.

૨. મૂત્રનો ત્યાગ ન થઈ રહ્યો હોય, ત્યારે આંગળીઓ નાભિથી ૨ સેં.મિ. નીચે સ્વાધિષ્ઠાન ચક્ર સુધી વારંવાર લઈ જવી.

૩. શૌચ ન થતું હોય, ત્યારે આંગળીઓ પેટના જમણા ભાગની નીચેથી ફેરવવાનો પ્રારંભ કરીને સીધા પાંસળીઓ સુધી ઉપર લઈ જવી. ત્યાર પછી તે સીધી ડાબી બાજુએ લઈ જવી. ત્યાંથી તે સીધી નીચે લાવીને મળદ્વારની દિશામાં લઈ જવી. આ સંપૂર્ણ ક્રિયા વારંવાર કરવી. (ચિત્ર જુઓ.)

૩ આ ૩. ત્રાસ સાથે સંબંધિત કુંડલિનીચક્ર અથવા અવયવોના સ્થાન પર ન્યાસ કરવો

કુંડલિનીચક્રની આજુબાજુ આંગળીઓ ઉપરથી નીચે અથવા નીચેથી ઉપર લઈ જવાથી પણ ન્યાસસ્થાન ન મળે અથવા તેમ કરવું શક્ય ન હોય, ત્યારે ત્રાસ સાથે સંબંધિત કુંડલિનીચક્રના સ્થાન પર તથા તે સ્થાનથી ૩-૪ સેં.મિ. ઉપર-નીચે શરીરથી ૧-૨ સેં.મિ. દૂરથી ન્યાસ કરવો.

આવશ્યકતા લાગે, ત્યારે વિકારગ્રસ્ત અવયવ પર પણ શરીરથી ૧-૨ સેં.મિ. દૂરથી ન્યાસ કરવો.

૩ આ ૪. સહસ્રારચક્ર પર હાથની પાંચેય આંગળીઓથી અથવા હથેળીથી ન્યાસ કરવો

૩ આ ૪ અ. અનિષ્ટ શક્તિથી પીડિત

અનિષ્ટ શક્તિથી પીડિત વ્યક્તિ સહસ્રારચક્રના સ્થાન પર માથાથી ૧-૨ સેં.મિ. દૂર હાથની પાંચેય આંગળીઓ અથવા હથેળી લાવીને ન્યાસ કરે, તો તેનાથી ઉપચાર થશે.

૩ આ ૪ આ. અનિષ્ટ શક્તિથી પીડિત ન હોય તેવી વ્યક્તિ

જો આવી વ્યક્તિ સહસ્રારચક્રથી ઉપર શરીરથી ૧-૨ સેં.મિ. દૂરથી પાંચેય આંગળીઓ જોડીને ન્યાસ કરે, ત્યારે તેનો દેવતા પ્રત્યે ભાવ જાગૃત થાય છે. સહસ્રારચક્ર ઉપર હથેળી લઈ જવાથી, આંગળીઓ કરતાં વધારે ભાવજાગૃતિ થાય છે.

બાણોથી દર્શાવવામાં આવેલી મોટા આંતરડાંની પ્રાકૃતિક ગતિવિધિની દિશા

૪. ઉપાચારો વિશે સૂચનાઓ

૪ અ. ઉપાયકર્તાએ આગળ જણાવેલાં સૂત્રો અંગે ધ્યાન આપવું !

૪ અ ૧. બધા માટે, ખાસ કરીને અનિષ્ટ શક્તિઓનો તીવ્ર ત્રાસ ધરાવતી વ્યક્તિઓ માટે નામજપ કરતાં કરતાં ઉપચાર કરવો આવશ્યક

અ. અનિષ્ટ શક્તિઓની તીવ્ર પીડાથી ગ્રસ્ત લોકોની આંગળીઓ દ્વારા ત્રાસદાયક શક્તિ પ્રક્ષેપિત થતી રહે છે. તેથી, આવી આંગળીઓથી ઉપાય કરવાથી શરીરમાં ત્રાસદાયક શક્તિ જ પ્રવેશ કરે છે. તેથી નામજપ કર્યા વિના ઉપાય કરવાથી ત્રાસ વધે છે. જો ત્રાસને કારણે કોઈ નામજપ ન કરી શકે, તો તેણે પોતાના પર આધ્યાત્મિક ઉપાય ન કરવા. આવી વ્યક્તિએ આયુર્વેદિક ઉપચાર, પૂઠાંના ખાલી ખોખાંના ઉપાય તેમજ અન્ય ઉપાય કરવા. મંદ અથવા મધ્યમ પ્રકારની પીડાથી ગ્રસ્ત વ્યક્તિ માટે નામજપ કરવો સંભવ હોય છે. તેથી તે પોતાના પર ઉપચાર કરી શકે છે.

આ. વર્તમાન કળિયુગમાં અનિષ્ટ શક્તિઓનો પ્રકોપ એટલો વધી ગયો છે કે લગભગ પ્રત્યેક વ્યક્તિને તેનાથી થોડો-ઘણો ત્રાસ થતો હોય છે જ. તેથી, પ્રત્યેક માટે નામજપ કરતા કરતા ઉપચાર કરવો આવશ્યક છે.

૪ આ. ઉપચાર કરતી વેળાએ ધ્યાનમાં લેવા જેવા સૂત્રો

૪ આ ૧. ઉપચાર કરતી વેળાએ બને ત્યાં સુધી જમણા હાથનો ઉપયોગ કરવો !

પ્રાણશક્તિ (ચેતનાશક્તિ)ના સંવહનમાં આવેલો અવરોધ દૂર કરવા માટે સૂર્યનાડી સાથે સંબંધિત જમણા હાથથી ઉપચાર કરવા વધારે લાભદાયક હોય છે. ઘણું કરીને ઉપચાર કેટલાંક કલાકો સુધી કરવા પડે છે. ત્યારે હાથમાં વેદના થવા લાગે છે. તે સમયે બીજા હાથથી ઉપચાર કરવા.

૪ આ ૨. જો બે જુદા જુદા સ્થાનો પર અવરોધ મળે, ત્યારે એક હાથથી એક સ્થાન પર તેમજ બીજા હાથથી બીજા સ્થાન પર ઉપચાર કરવા. જો અવરોધનું સ્થાન એકજ હોય, ત્યારે એક હાથથી તે સ્થાન પર ઉપચાર (ન્યાસ) કરવો અને બીજા હાથથી મુદ્રા કરવી !

૪ આ ૩. જ્યારે અવરોધ, કુંડલિનીચક્રમાં તેમજ શરીરના વિવિધ ભાગોમાં હોય, ત્યારે વધારે અવરોધ ધરાવતા બે સ્થાનો પર ઉપાય કરવા.

૪ આ ૪. ઉપચાર કરતી વેળાએ વચ્ચે વચ્ચે અવરોધના નવા સ્થાનો શોધીને તેમના પર ઉપાયચાર કરવા !

પ્રયોગ દ્વારા ન્યાસ સ્થાન શોધ્યા પછી તેના પર ઉપચાર કરતી વેળાએ પ્રત્યેક ૨૦ થી ૪૦ મિનિટ પછી અવરોધના નવા સ્થાનો શોધીને તેમના પર ઉપાય કરવા; કારણકે ઉપચારોથી અવરોધનું સ્થાન પલટાતું રહે છે. ક્યારેક અનિષ્ટ શક્તિઓ જ, ઉપચાર ન થાય તે માટે અવરોધનું સ્થાન પલટી નાખે છે.

૪ આ ૫. ‘રોગ નિવારણ માટે કઈ મુદ્રા અથવા નામજપ કરવો જોઈએ’, આ બાબત પ્રયોગ દ્વારા નક્કી ન થાય ત્યારે ધ્યાનમાં લેવા જેવા સૂત્રો

પ્રયોગ દ્વારા મુદ્રા શોધતી વેળાએ ક્યારેક બે એવી મુદ્રાઓ મળે છે, જેના દ્વારા સરખા ત્રાસનો અનુભવ થાય છે. આવા સમયે, તે બન્ને મુદ્રાઓ ફરીવાર કરીને, જાણી લેવું કે કઈ મુદ્રાથી વધારે ત્રાસ થાય છે. તેમ છતાં પણ ઉચિત મુદ્રા ન મળે, તો પંચતત્ત્વોમાંથી ઉચ્ચ સ્તરના તત્ત્વની મુદ્રા કરવી. સૂત્ર ‘ ૫ ઇ. ઉચ્ચ દેવતાઓના અને નિર્ગુણ સાથે સંબંધિત નામજપ અને મુદ્રાઓ’માં બતાવ્યા અનુસાર નામજપ વિશે પ્રયોગ કરતી વેળાએ પણ ઉપર્યુક્ત સૂત્ર ધ્યાનમાં લેવું.

૪ આ ૬. અવરોધ-સ્થાન પર શરીરથી ૧-૨ સેં.મિ. દૂરથી ઉપચાર કરવા

અવરોધ-સ્થાન પર આંગળીઓથી ઉપચાર કરતી વેળાએ તેમને શરીરથી ૧-૨ સેં.મિ. દૂર રાખીને ઉપર-નીચે લઈ જવી. આવી જ રીતે, અવરોધના સ્થાન પર ન્યાસ કરતી વેળાએ આંગળીઓને શરીરથી ૧-૨ સેં.મિ. દૂર રાખવી. વૃદ્ધ અથવા રોગી વ્યક્તિને ન્યાસ કરતી વેળાએ હાથને ટેકાની આવશ્યકતા પડી શકે છે; ત્યારે તેઆએ શરીરને સ્પર્શ કરીને ન્યાસ કરવો.

૪ ઇ. દેવતાના નામજપ સાથે ‘ૐ’ અથવા ‘મહા’ જોડવું

૪ ઇ ૧. ઉપચારોના સમયે નામજપને ‘ૐ’ જોડવાના નિયમો

૪ ઇ ૧ અ. સર્વસામાન્ય વ્યક્તિ માટે

૧. પ્રાણશક્તિ સંવહન પ્રણાલીમાં આવેલો અવરોધ ઓછો હોય, ત્યારે ‘શ્રી’ યુક્ત પ્રચલિત નામજપ જ કરવો. (જો પ્રચલિત નામજપના આરંભમાં ‘શ્રી’ ન હોય, ઉદાહરણ તરીકે  ‘ૐ નમો ભગવતે વાસુદેવાય’ ત્યારે તે નામજપ તેમજ કરવો.)

૨. પ્રાણશક્તિ પ્રણાલીમાં આવેલા અવરોધની તીવ્રતા મધ્યમ હોય, ત્યારે પ્રચલિત નામજપના આરંભ તેમજ અંતમાં એક-એક ‘ૐ’ લગાડવો.

૩. જ્યારે પ્રાણશક્તિ સંવહન પ્રણાલીમાં આવેલા અવરોધની તીવ્રતા ઉચ્ચ હોય, ત્યારે પ્રચલિત નામજપના આરંભ તેમજ અંતમાં બે-બે ‘ૐ’ લગાડવા.

૪ ઇ ૧ આ. સાધક વ્યક્તિ માટે

વર્તમાનમાં આપત્કાળની તીવ્રતા વધી ગઈ છે. આ કાળમાં સાધના ન કરનારી વ્યક્તિની તુલનામાં, સાધના કરનારી વ્યક્તિ પર અનિષ્ટ શક્તિઓનું આક્રમણ વધી જાય છે. સદર આક્રમણોથી પોતાનું રક્ષણ કરવા માટે કોઈપણ સાધનામાર્ગ અને કોઈપણ સંપ્રદાયનું અનુસરણ કરનારા સાધકે, તેના નામજપને વધારે પ્રભાવી બનાવવા માટે નામજપના આરંભ અને અંતમાં બે-બે  ‘ૐ’ લગાડીને ઉપચાર કરવા.

૪ ઇ ૨. દેવતાના નામજપ સાથે ‘મહા’ શબ્દ જોડવો

ૐ પ્રમાણે જ કેટલાક પ્રચલિત નામજપ (ઉદા. ગણપતિ, લક્ષ્મી, વિષ્ણુ, રુદ્ર)ના આરંભમાં ‘મહા’ શબ્દ લગાડવો ઉપયોગી નિવડે છે. તેનાથી નિર્ગુણ તત્ત્વ વધારે મળે છે, જેનાથી ઓછા સમયમાં કષ્ટનિવારણ થવામાં સહાયતા થાય છે.

૪ ઈ. અન્ય સૂચનાઓ

૧. કષ્ટ દૂર થાય ત્યાં સુધી, ઉપર્યુક્ત ઉપચાર પ્રતિદિન ઓછામાં ઓછા  ૨ કલાક કરવા !

ક્યારેક ઉપચારના ૨ કલાક પૂર્ણ થવા પહેલાં જ કોઈકનો ત્રાસ મટી જાય છે. ત્યારે ઉપચાર રોકી દેવા.

૨. પ્રયોગ દ્વારા જ્ઞાત ઉપચારોથી ૧ કલાકમાં થોડો લાભ થાય, તો આગળ તે જ ઉપચાર ચાલુ રાખવા.

૩. પ્રયોગ દ્વારા જ્ઞાત ઉપચારોથી ૧ કલાક નામજપ કરવાથી પણ જો કોઈ લાભ ન થાય, તો બીજો ઉપચાર શોધવો અને કરવો.

૪ ઉ. ઉપચાર પૂર્ણ થયા પછી ઉપાસ્યદેવતા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવી.

૪ ઊ. ઉપર્યુક્ત ઉપાયો સાથે જ ઔષધીય ઉપાયો પણ ચાલુ રાખી શકાય છે !

ઉપર્યુક્ત ઉપચારો સાથે જ પૂઠાંના ખાલી ખોખાંના ઉપાય, દવાઓ, ચુંબક-ચિકિત્સા જેવા ઉપચાર પણ કરી શકો છો.

૫. ઉપચાર કોણે ન શોધવા જોઈએ ?

અનિષ્ટ શક્તિઓની તીવ્ર પીડાથી ગ્રસ્ત વ્યક્તિએ ઉપાય શોધવાનો પ્રયત્ન ન કરવો; કારણકે અનિષ્ટ શક્તિઓ તેને ઉચિત ઉત્તર મળવા દેતી નથી.

જો અનિષ્ટ શક્તિઓની તીવ્ર પીડાથી ગ્રસ્ત લોકોમાં દેવતા પ્રત્યે ભાવ હોય, તો તેઓએ પણ પોતાના માટે ઉપચાર શોધવાનો પ્રયત્ન કરવો અને પ્રાપ્ત ઉત્તરની ચકાસણી અન્યોને પૂછીને નક્કી કરી લેવી અથવા ‘તે ઉપચારથી લાભ થઈ રહ્યો છે ને’ આ વાતનું નિરીક્ષણ કરવું. ઉપચારથી લાભ થઈ રહ્યો હોય, તો સમજવું કે શોધેલો ઉપચાર ઉચિત છે અને તેને ચાલુ રાખવો.

નોંધ

અત્યાર સુધી આપેલા લેખો અનુસાર ન્યાસસ્થાન, મુદ્રા અને નામજપ જો પોતે શોધી ન શકો, તો કયા ઉપાય કરવા, તે પણ આ ગ્રંથમાં આપ્યું છે.

(આ વિષયને વિગતવાર સમજવા માટે વાંચો : સનાતનનો ગ્રંથ ‘પ્રાણશક્તિ (ચેતનાશક્તિ) સંવહન પ્રણાલીમાં અવરોધ થવાથી થનારા વિકારો પર ઉપાય’ (સમાપ્ત)

નોંધ : વાચકોએ કૃપા કરીને સદર ‘ભાગ ૩’ સંદર્ભ માટે સાચવી રાખવો.