પરાત્પર ગુરુ ડૉ. જયંત આઠવલેજીના અમૃત મહોત્સવ નિમિત્તે…

પરાત્પર ગુરુ ડૉ. જયંત આઠવલેજી
પરાત્પર ગુરુ ડૉ. જયંત આઠવલેજી

કેટલાક ક્ષણના અમૂલ્ય સત્સંગ દ્વારા જીવનને દિશાદર્શન કરાવનારા પ.પૂ. ડૉક્ટરજી !

vaibhav_afale_aug2016_hasara_c_320
શ્રી. વૈભવ આફળે

૧. ગુરુપૂર્ણિમાની સેવા માટે ભોપાળ જવા માટે કહેવું

    વર્ષ ૧૯૯૭માં ભોપાળ, મધ્યપ્રદેશ ખાતે સનાતન સંસ્થા દ્વારા પ્રથમ ગુરુપૂર્ણિમા ઊજવવામાં આવી. મેં થોડા સમયથી જ સનાતન સંસ્થાના માર્ગદર્શન અનુસાર સાધના કરવાનો આરંભ કર્યો હતો. મારા આધ્યાત્મિક જીવનની આ પહેલી ગુરુપૂર્ણિમા હતી. ઉત્તરદાયી સાધકે મને ભોપાળ ખાતે ગુરુપૂર્ણિમાની સેવા કરવા જવા માટે કહ્યું.

૨. ભોપાળ જવા માટે દાદરથી રેલ્વેમાં બેસવા નિમિત્તે મળ્યો પ.પૂ. ડૉક્ટરજીનો સત્સંગ

૨ અ. સેવાકેંદ્રમાં પ.પૂ. ડૉક્ટરજીનું પ્રથમ દર્શન અને સત્સંગનો લાભ થવો 

તે સમયે પ.પૂ. ડૉક્ટરજી સેવાકેંદ્રમાં રહેતા હતા. ભોપાળ જવા માટે દાદરથી રેલ્વે ગાડી હતી. તે સમયે મને સાક્ષાત શ્રીમત્ નારાયણ પ.પૂ. ડૉક્ટરજીના પ્રથમ દર્શન અને સત્સંગનો લાભ મળ્યો.

૨ આ. મહાનંદાબેન દ્વારા સેવાકેંદ્રમાં મહાપ્રસાદ ગ્રહણ કરવા માટે કહેવું 

ભોપાળ જવાના આગલા દિવસે મને ઝાડા અને પેટનો દુ:ખાવો હતા. પ્રવાસમાં કાંઈ થાય નહીં, તેથી કાંઈ ખાવું નથી , એવો વિચાર કરીને હું સેવાકેંદ્રમાં ગયો. ત્યાં ગયા પછી કુ. મહાનંદાબેને એમ કહ્યું કે સેવાકેંદ્રનો પ્રસાદ છે. તે ગ્રહણ કરવાથી તમને લાભ થશે. સેવાકેંદ્રના પ્રસાદના ચૈતન્યનું મહત્ત્વ પહેલીવાર જ અનુભવ કરવાનો અવસર મળ્યો.

૨ ઇ. મહાપ્રસાદ ગ્રહણ કરતી વેળાએ પ.પૂ. ડૉક્ટરજીએ પાસે બેસીને ગુરુપૂર્ણિમાની સેવાના નિયોજન વિશે વાત કરવી 

હું મહાપ્રસાદ ગ્રહણ કરી રહ્યો હતો, ત્યારે પ.પૂ. ડૉક્ટરજી મારી પાસે બેસીને પ્રેમથી ગુરુપૂર્ણિમાની સેવાના નિયોજન વિશે વાત કરી રહ્યા હતા. તે સમયે હું પહેલીવાર ઈશ્વરનો પ્રેમ અનુભવી શક્યો, પરંતુ તેનું મહત્ત્વ આટલાં વર્ષો પછી ધ્યાનમાં આવ્યું. તે સમયે મને કૃતજ્ઞતા લાગી ન હતી; પણ આજે તેનું સ્મરણ કરીને ‘ઈશ્વરે આજ સુધી મને ઘણું આપ્યું છે’, તે માટે કૃતજ્ઞતા લાગી રહી છે.

૨ ઈ. હાથ ધોવા માટે ગયો, તે સમયે પ.પૂ. ડૉક્ટરજી દ્વારા બત્તી લગાડીને હાથ લૂછવા માટે ટુવાલ આપવો 

મહાપ્રસાદ જમી લીધા પછી હું હાથ ધોવા માટે હસ્તપ્રક્ષાલન (બેસિન) ભણી જવા લાગ્યો. ત્યાં અંધારું હતું. એટલામાં પ.પૂ. ડૉક્ટરજી પાછળથી આવ્યા અને ત્યાંની બત્તી લગાડી અને હાથ લૂછવા માટે તરત જ ટુવાલ પણ લઈ આવ્યા. તેના દ્વારા શ્રીમત્ નારાયણે જ મને કૃતિ દ્વારા શીખવ્યું કે પ્રેમભાવ અને તત્પરતા કેવી હોવી જોઈએ .

૨ ઉ. શર્ટના ખીસામાં કાયમ લેખણી અને નાની વહી રાખવાનું મહત્ત્વ કહેવું 

ત્યાર પછી પ.પૂ. ડૉક્ટરજી અમારા માટે ચૉકલેટ લઈ આવ્યા. તેમણે ચૉકલેટ શર્ટના આગળના ખીસામાં મૂકવા માટે કહ્યું. અમારા ટીશર્ટમાં ખીસું જ ન હતું. પ.પૂ. ડૉક્ટરજીએ કહ્યું કે, શર્ટને જો ખીસું હોય, તો તેમાં એક લેખણી અને નાની વહી રાખી શકાય છે. જે કાંઈ સૂત્રો શીખવા મળે અથવા વિચાર સૂઝે તે તરત જ લખી રાખી શકાય.

૩. ભોપાળની ગુરુપૂર્ણિમા પછી પ.પૂ. ડૉક્ટરજીએ આગળ ઘણી જગાઓએ સેવા કરવા માટે જવાનું છે,
એમ કહેવું, તેમજ થોડાં વર્ષોમાં જ તેમણે કહેલું ખરું થવું 

     ગુરુપૂર્ણિમા સંપન્ન થયા પછી અમને પ.પૂ. ડૉક્ટરજીનો સત્સંગ ફરીવાર મળ્યો. સેવા દરમિયાન થયેલી અનુભૂતિઓ, શીખવા મળેલાં સૂત્રો તેમજ ઈશ્વર જ બધું કરાવી રહ્યા છે, આ વિશે તેમણે માર્ગદર્શન કર્યું. તેમણે કહ્યું કે ‘તમે ભોપાળ જઈ આવ્યા. આગળ આપણે અમદાવાદ, ધનબાદ, ફરીદાબાદ અને આગળ યુરોપ અને અમેરિકામાં પણ જવાનું છે.’ પ.પૂ. ડૉક્ટરજીનું આ વાક્ય હું ભૂલી ગયો હતો. વર્ષ ૨૦૦૮માં હું અમદાવાદ, ધનબાદ અને ફરીદાબાદ ખાતે હિંદુ ધર્મજાગૃતિ સભાની સેવા નિમિત્તે ગયો હતો. પ.પૂ. ડૉક્ટરજીએ જે કહ્યું હતું તે સાચું પડ્યું. (હવે અનેક સાધકો યુરોપ અને અમેરિકા પણ જાય છે.)
    ઈશ્વરનું નિયોજન અને તેમની આ ભૂતલના પ્રત્યેક જીવ માટે કૃતિ પહેલેથી જ નિશ્ચિત હોય છે, તેનો બોધ ઈશ્વરે કરાવ્યો.

૪. દેવદ આશ્રમ ખાતે પ.પૂ. ડૉક્ટરજી સાથે થઈ જીવનને દિશાદર્શન કરાવનારી મુલાકાત

૪ અ. પ.પૂ. ડૉક્ટરજી ક્યારે મળશે, આ વિચારથી જીવ વ્યાકુળ થવો 

એકવાર પ.પૂ. ડૉક્ટરજી દેવદ સ્થિત આશ્રમમાં આવ્યા હતા. તેમણે સત્સંગમાં કહ્યું હતું કે હવેથી ઈશ્વર પ્રત્યે ભાવ ધરાવતા સાધકોને જ મળીશ. આ વાક્ય સાંળીને હું અસ્વસ્થ બની ગયો. સત્સંગમાં હું અથવા મારાં પત્ની સૌ. ગૌરી, બેમાંથી એકને જ બેસવા માટે નક્કી કરવામાં આવ્યું હતું અને અમારે નિશ્ચિત કરવાનું હતું કે ભાવ કોનામાં છે ? મારું મન આ વિચારથી વ્યાકુળ થઈ ગયું કે મારામાં ભાવ નથી, તો પ.પૂ. ડૉક્ટરજી મને કેવી રીતે મળશે ?

૪ આ. પ.પૂ. ડૉક્ટરજી દ્વારા એમ કહેવું કે ૮૦ ટકા તાલાવેલી હોય, તો ભાવ ઉત્પન્ન થશે જ 

તે દિવસ સુધી મને એવું ક્યારેપણ લાગ્યું ન હતું કે પ.પૂ. ડૉક્ટરજીને સ્થૂળમાંથી મળવું છે. તેમના એક વાક્ય દ્વારા હું અસ્વસ્થ બની ગયો અને સૂક્ષ્મમાંથી પ.પૂ. ડૉક્ટરજીના ઓરડામાં ગયો. પ.પૂ. ડૉક્ટરજીના ચરણ પકડીને રોતાં રોતાં જ મેં મારા મનનાં વિચાર કહ્યા. ત્યારે પ.પૂ. ડૉક્ટરજીએ પ્રેમપૂર્વક મારા ખભા પકડીને મને ઊભો કર્યો. તેમણે કહ્યું કે હવે હું અહીં આવી ગયો છું. બધું બરાબર થશે. જો ૮૦ ટકા તાલાવેલી હોય, તો ભાવ ઉત્પન્ન થશે જ. તે વાતની ચિંતા કરીશો નહીં. આ પ્રસંગથી મારી ભાવજાગૃતિ થાય છે અને મન ઉત્સાહથી ભરાઈ જાય છે.
      તે પછી મેં પૂર્ણસમય સાધના કરવાનો નિશ્ચય કર્યો તેમજ ૨-૩ દિવસોમાં ઉજ્જેન ખાતે સિંહસ્થ પર્વની સેવા માટે ગયો. ઈશ્વરે મને આ વાતની અનુભૂતિ પ્રદાન કરી કે ગુરુદેવજીના ૨-૩ વાક્યો જ આપણા જીવનની દિશા પૂર્ણ રીતે બદલી શકે છે.
આજે શ્રીગુરુની કૃપાથી તેમજ સંતોના આશીર્વાદરૂપી પ્રેમને કારણે મારી સેવા અને સાધના ચાલુ છે. અમો સાધકો દ્વારા આનંદપ્રાપ્તિ માટે પ્રત્યેક કૃતિ સાધના તરીકે થવા દો, એવી શ્રીગુરુચરણોમાં પ્રાર્થના છે.’

– શ્રી. વૈભવ આફળે, કર્ણાવતી, ગુજરાત. (૧૮.૮.૨૦૧૬)