જ્યોતિર્લિંગ
સિડની : ઑસ્ટ્રેલિયાના સિડની શહેરમાંના ઉપનગર ખાતેના એક ભોંયરામાં ભવ્યદિવ્ય એવું શિવમંદિર બાંધવામાં આવ્યું છે. આ શિવમંદિરમાં વર્તમાનમાં જ એક સાડાચાર ફૂટ ઊંચાઈની આરસપહાણની શિવમૂર્તિ સ્થાપન કરવામાં આવી છે. આ મંદિરમાં ૧૩મું જ્યોતિર્લિંગ સ્થાપન કર્યો હોવાનો દાવો ઑસ્ટ્રેલિયા દ્વારા કરવામાં આવી રહ્યો છે. ભારતીય વારસાની જાળવણી કરનારી આ વાસ્તુ છે અને ભારતમાં પણ આ પ્રકારનું શિવમંદિર ન હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ‘મુક્તિ ગુપ્તેશ્વર મંદિર’ નામથી ખ્યાતનામ રહેલું આ જગત્માંનું એકમાત્ર ભોંયરામાં સ્થિત મંદિર છે.
૧૩મા જ્યોતિર્લિંગનો ઉલ્લેખ મહાભારતમાં જોવા મળે છે. સદર જ્યોતિર્લિંગનું નામ ‘મુક્તિ ગુપ્તેશ્વર મહાદેવ’ છે. ૧૧ જ્યોતિર્લિંગો ભારતમાં જ્યારે ૧ નેપાળમાં છે. ૧૩મું જ્યોતિર્લિંગ વર્ષ ૧૯૯૯ સુધી નેપાળ ખાતેના રાજાની માલમતા હતી. વર્ષ ૧૯૯૯માં નેપાળના મહારાજાધિરાજ વીરેંદ્ર વીર વિક્રમ શાહ દેવ એ આ શિવલિંગ ઑસ્ટ્રેલિયાને ભેટ તરીકે આપ્યું, એવું કહેવામાં આવે છે. વર્ષ ૧૯૯૯માં સદર જ્યોતિર્લિંગની ઑસ્ટ્રેલિયા ખાતે સ્થાપના કરવામાં આવી. હમણા જ તે ઠેકાણે ભવ્યદિવ્ય એવું ભોંયરામાં મંદિર બાંધવામાં આવ્યું છે. આ મંદિરમાં પ્રતિદિન શિવપૂજા કરવામાં આવે છે.