પ્રાચીન કાળમાં માસિક અટકાવ સમયે છોકરીઓ અને સ્ત્રીઓ આવશ્યક આચારધર્મનું પાલન કરતી હતી; ઉદા. દેવ-ધર્મના સ્થાન પર જવાનું ટાળવું, સમગ્ર વર્ષ માટે સંગ્રહ કરવામાં આવતી વસ્તુઓને સ્પર્શ ન કરવો, વિશ્રામ કરવો ઇત્યાદિ. આજકાલ છોકરીઓ અને સ્ત્રીઓએ આધુનિક બનવાની લાયમાં માસિક સમયે ન્યૂનતમ પાલન કરવામાં આવતા આચારોને પણ ત્યજી દીધા છે. માસિક અટકાવનો સંબંધિત સ્ત્રી અને વાતાવરણ પર શું પ્રભાવ પડે છે ? તેનું વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ રાખીને અધ્યયન કરવા માટે યૂ.ટી.એસ. (યૂનિવર્સલ થર્મો સ્કેનર) ઉપકરણની સહાયતાથી પરીક્ષણ કરવામાં આવ્યું. સદર પરીક્ષણનું નિરીક્ષણ અને વિવરણ આગળ જણાવી રહ્યા છીએ.
૧. વૈજ્ઞાનિક પરીક્ષણનો ઉદ્દેશ
કોઈ પરિબળ (વસ્તુ, મકાન, જીવ અને માનવી) નાં સ્પંદનો કેટલા ટકા સકારાત્મક છે, તે સાત્ત્વિક છે કે નહીં, આ બાબત આધ્યાત્મિક દૃષ્ટિએ લાભદાયક છે કે નથી, એ વિશદ કરવા માટે સૂક્ષ્મનું જાણવાની ક્ષમતા હોવી આવશ્યક છે. સંતો સૂક્ષ્મ બાબતો જાણવાની ક્ષમતા ધરાવતા હોય છે. તેથી તેઓ પ્રત્યેક પરિબળના સ્પંદનો વિશે અચૂક જાણકારી આપી શકે છે. ભક્ત અને સાધકોના મનમાં સંતો પ્રત્યે શ્રદ્ધા હોય છે, તેથી તેઓ તેમની વાતો પર વિશ્વાસ મૂકે છે; પરંતુ બુદ્ધિજીવી લોકો વચનોને પુરાવો માનતા નથી; તેમને પ્રત્યક્ષ પ્રમાણ આપવું પડે છે. તેમને પ્રત્યેક વાત વૈજ્ઞાનિક ઉપકરણો દ્વારા સિદ્ધ કરી બતાવવી પડે છે, ત્યારે તેઓ તેને સત્ય માને છે.
૨. પરીક્ષણનું સ્વરૂપ
આધ્યાત્મિક ત્રાસયુક્ત સાધિકા, આધ્યાત્મિક ત્રાસથી મુક્ત સાધિકા અને સંતપદ પ્રાપ્ત કરેલી સાધિકાઓનો માસિક અટકાવ ચાલતો હોય ત્યારે અને પૂર્ણ થયા પછીની સ્થિતિમાં પરીક્ષણ કરવામાં આવ્યું. આ પરીક્ષણોનું તુલનાત્મક અધ્યયન કરવામાં આવ્યું.
આધ્યાત્મિક ત્રાસ
અતૃપ્ત પિતરો અને અનિષ્ટ શક્તિઓના કારણે વ્યક્તિને થનારા શારીરિક અને માનસિક કષ્ટોને આધ્યાત્મિક ત્રાસ કહે છે. વાતાવરણમાં સારી અને ખરાબ શક્તિઓ પણ હોય છે. સાધના કરવાથી સાધક ભણી સારી શક્તિ આકર્ષિત થાય છે. સાધના કરવાથી વાતાવરણમાં સારી શક્તિઓની સંખ્યા વધે છે અને અનિષ્ટ શક્તિઓની સંખ્યા ઘટે છે. એવું થાય નહીં, તે માટે અનિષ્ટ શક્તિઓ સાધકોની સાધનામાં વિઘ્ન લાવે છે. પહેલાના કાળમાં ઋષિ-મુનિઓના યજ્ઞોમાં રાક્ષસો વિઘ્ન નાખતા હતા. આ વિશેની અનેક વાર્તાઓ પુરાણોમાં મળી આવે છે.
૩. યૂ.ટી.એસ. ઉપકરણ દ્વારા પ્રભામંડળ માપવું
૩ અ. યૂ.ટી.એસ. ઉપકરણનો પરિચય
આ ઉપકરણને ઑરા સ્કેનર પણ કહે છે. તેના દ્વારા પરિબળ (વસ્તુ, મકાન, જીવ અને માનવી)ની ઉર્જા તેમજ પ્રભામંડળ માપી શકાય છે. સદર ઉપકરણ ભાગ્યનગર, તેલંગણાના માજી પરમાણુ વૈજ્ઞાનિક ડૉ. મન્નમ મૂર્તિએ વર્ષ ૨૦૦૩માં વિકસિત કર્યું હતું. તેઓ કહે છે કે આ ઉપકરણનો ઉપયોગ, મકાન, વૈદ્યકશાસ્ત્ર, પશુવૈદ્યક શાસ્ત્ર તેમજ વૈદિક શાસ્ત્રમાં આવનારી અડચણોની જાણકારી મેળવવા માટે કરી શકાય છે.
૩ આ. ઉપકરણ દ્વારા કરવામાં આવનારા પરીક્ષણના પરિબળો તેમજ તેમનું તારણ
૩ આ ૧. નકારાત્મક ઉર્જા
આ હાનિકારક હોય છે અને બે પ્રકારથી માપી શકાય છે –
અ. અવરક્ત ઉર્જા (ઇન્ફ્રારેડ) વિભાગ
આમાં પરિબળ વસ્તુ દ્વારા નીકળનારી અવરક્ત ઉર્જા માપવામાં આવે છે.
આ. પરારિંગણી ઉર્જા (અલ્ટ્રાવાયોલેટ) વિભાગ
આમાં વસ્તુ દ્વારા નીકળનારી પરારિંગણી ઉર્જા માપી શકાય છે.
૩ આ ૨. સકારાત્મક ઉર્જા
આ લાભદાયક હોય છે. તેને માપવા માટે સ્કેનરમાં સકારાત્મક ઉર્જા દર્શાવનારો +ve નમૂનો રાખવામાં આવે છે.
૩ ઇ. યૂ.ટી.એસ. ઉપકરણ દ્વારા પરિબળનું પ્રભામંડળ માપવું
પરિબળનું પ્રભામંડળ માપવા માટે તેના સર્વાધિક સ્પંદનો ધરાવતી વસ્તુને નમૂના તરીકે રાખે છે. ઉદા. વ્યક્તિ વિશે તેની લાળ અથવા વ્યક્તિનું છાયાચિત્ર, વનસ્પતિ વિશે તેનું પાન, પ્રાણી વિશે તેના વાળ, મકાન વિશે ત્યાંની માટી અથવા ધૂળ અને દેવતાની મૂર્તિ વિશે મૂર્તિને લગાડેલું ચંદન, કંકુ, સિંદૂર ઇત્યાદિ.
૪. પરીક્ષણની અચૂકતા માટે વર્તવામાં આવેલી સાવચેતી
અ. ઉપકરણ દ્વારા કામ કરાવી લેનાર વ્યક્તિ આધ્યાત્મિક કષ્ટ (નકારાત્મક સ્પંદન) થી મુક્ત હતો.
આ. ઉપકરણ દ્વારા કામ કરનાર વ્યક્તિએ પહેરેલાં કપડાંના રંગનો પ્રભાવ પરીક્ષણ પર પડે નહીં, તેથી તેણે શુ્ભ્ર વસ્ત્રો પહેર્યા હતા.
૫. નિરીક્ષણ અને તેનું વિવેચન
નોંધ : સ્કેનર ૧૮૦ અંશ ખૂણે ખૂલવાથી જ સંબંધિત ઘટકનું પ્રભામંડળ માપી શકાય છે. તેનાં કરતાં ઓછા અંશના ખૂણામાં સ્કેનર ખુલવાનો અર્થ છે કે સંબંધિત ઘટક પ્રભામંડળ ધરાવતું નથી..
૫ અ. નિરીક્ષણોનું વિવેચન
૫ અ ૧. આધ્યાત્મિક ત્રાસયુક્ત સાધિકા જેનું માસિક અટકાવ ચાલુ હોય તેનું પરીક્ષણ કરવાથી ત્યાં નકારાત્મક ઉર્જા પ્રાપ્ત થવી
આધ્યાત્મિક ત્રાસ ધરાવતી સાધિકા કે જેનો માસિક અટકાવ ચાલુ હતો, તેનું પરીક્ષણ કર્યું ત્યારે ઇન્ફ્રારેડ સ્કેનરે ૩૦ અંશ ખૂણો તેમજ અલ્ટ્રાવાયોલેટ સ્કેનરે ૯૦ અંશનો ખૂણો બતાવ્યો હતો. અર્થાત્ ત્યાં થોડાં નકારાત્મક સ્પંદનો મળ્યા.
માસિક અટકાવના સમયે સ્ત્રીના શરીરમાં રજોગુણ વધી જાય છે. (આ અધ્યાત્મશાસ્ત્રીય સિદ્ધાંત પણ છે.) તેથી તે વધેલા રજોગુણનો પ્રભાવ સાધિકાના પ્રભામંડળ પર સ્પષ્ટ દેખાયો. માસિક અટકાવની સ્થિતિમાં પ્રભામંડળ ૨.૫૬ મિટર હતુ, જ્યારે માસિક અટકાવ થોભી ગયા પછીની સ્થિતિમાં પ્રભામંડળ ૩.૮૮ મિટર હતુ. વધેલા રજોગુણનો પ્રભાવ સ્ત્રીઓના મન પર પણ પડે છે. તેથી મોટાભાગની સ્ત્રીઓ આ સમયગાળામાં ચિડચિડી થઈ જાય છે.
૫ અ ૨. આધ્યાત્મિક ત્રાસથી મુક્ત સાધિકાનું પ્રભામંડળ માસિક અટકાવ સમયે ઘણું ઘટી જવું
આધ્યાત્મિક ત્રાસથી મુક્ત સાધિકાનું માસિક અટકાવ સમયે પરીક્ષણ કરવાથી તેનું પ્રભામંડળ ૨.૪૫ મીટર નોંધ્યું. તેનો માસિક અટકાવ થોભી જવાની અવસ્થામાં પરીક્ષણ કરવાથી પ્રભામંડળ ૬.૦૬ મીટર મળ્યું. અર્થાત્ ઘણું વધી ગયું. આ પરીક્ષણથી જાણવા મળે છે કે સ્ત્રીઓના શરીરમાં વધેલો રજોગુણનો પ્રભાવ તેના પર અને તેની આજુબાજુના વાતાવરણ પર ચોક્કસ પડે છે.
૫ અ ૩. સંતપદ પર આરૂઢ વ્યક્તિ ઘણી સાત્ત્વિક હોવી અને તેના પર બાહ્ય સ્થિતિનો પ્રભાવ ન પડવો
સંતપદ પ્રાપ્ત સાધિકાના માસિક અટકાવ સમયે અને માસિક અટકાવ થોભી ગયા પછી પરીક્ષણ કરવાથી પ્રભામંડળમાં નગણ્ય ફેર જણાયો. તેનાથી જાણ થાય છે કે જે લોકો આધ્યાત્મિક દૃષ્ટિએ ઉન્નત હોય છે, તેમના પર બાહ્ય વસ્તુઓનો પ્રભાવ પડતો નથી. છતાં પણ, અન્યો પર યોગ્ય સંસ્કાર અંકિત થવાની દૃષ્ટિએ ઉન્નત (સંત) જીવ પણ આચારધર્મનું સંપૂર્ણ પાલન કરે છે.
૬. નિષ્કર્ષ
હિંદુ ધર્મમાં જીવનના પ્રત્યેક આચરણનું શાસ્ત્રીય અને સૂક્ષ્મ અધ્યયન કરીને, આપણાં ઋષિ-મુનિઓએ આચારધર્મની રચના કરી છે. જો છોકરીઓ અને સ્ત્રીઓ માસિક અટકાવ સમયે એના સાથે સંબંધિત મુખ્ય આચારધર્મનું પાલન કરશે, તો તેમનું કલ્યાણ જ થશે.
રજ-તમની પ્રબળતા ધરાવતા કળિયુગમાં આચારધર્મનું પાલન કરવાની સાથે જ જો સાધના પણ કરવામાં આવે, તો રજ-તમ સામે બધી રીતે રક્ષણ થશે અને આનંદ પણ મળશે. કળિયુગમાં સહજ-સુલભ સાધના નામજપ છે. નામજપથી ૫ ટકા સાત્ત્વિકતા વધે છે. નામજપ મનમાં કરવાનો હોય છે. તેથી તેના માટે સ્થાન, શુચિતા ઇત્યાદિનો વિચાર કરવો પડતો નથી. માસિક અટકાવના સમયગાળામાં સ્ત્રીઓએ વધારેમાં વધારે નામજપ કરવાથી તેમને સાત્ત્વિકતા મળશે.
– સૌ. મધુરા કર્વે, મહર્ષિ અધ્યાત્મ વિશ્વવિદ્યાલય (૨૭.૮.૨૦૧૬)